UC News

ટેક્નોલોજી / Android 11માં હશે આ 4 એક્સાઇટિંગ ફીચર્સ, ડેવલપર્સ પ્રિવ્યૂમાં આવ્યા સામે

ટેક્નોલોજી / Android 11માં હશે આ 4 એક્સાઇટિંગ ફીચર્સ, ડેવલપર્સ પ્રિવ્યૂમાં આવ્યા સામે

Googleના ઑપરેટિંગ સિસ્ટમ Androidના આવનારા વર્જનમાં ગત વર્જનની તુલનામાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવી શકે છે. જે પ્રકારે આપણે શરૂઆતથી જોતા આવ્યા છીએ કે Google પોતાના દરેક નવા ઑપરેટિંગ સિસ્ટમને કેટલાક યૂઝર ઇન્ટરેસ્ટ વાળા ફીચર્સ સાથે લોન્ચ કરી રહ્યું છે. એવામાં આ વખતે Google I/O 2020માં રજૂ થનારા હવે પછીના Androidમાં પણ આપણાને કેટલાક યૂઝર ઇન્ટરેસ્ટ વાળા રસપ્રદ ફીચર્સ જોવા મળી શકે છે.

Loading...

  • Googleના ઑપરેટિંગ સિસ્ટમ Android 11 માં નવા ફીચર્સ મળી શકે છે
  • Android 11ના આ ફીચર્સ ડેવલપર્સ પ્રિવ્યૂમાં હાલમાં જ સ્પૉટ કરવામાં આવ્યા
  • Android 11 યૂઝર્સને iOS ની જેમ વધારે સારી એપ પરમિશન ફીચર મળી શકે

Android 11ના આ ફીચર્સ ડેવલપર્સ પ્રિવ્યૂમાં હાલમાં જ સ્પૉટ કરવામાં આવ્યા છે. XDADevelopers ની રિપોર્ટના મુજબ, Google Pixel 4a સીરિઝમાં આ ફીચર્સને સ્પૉટ કરવામાં આવ્યા છે. અહીં આપણે એ ફીચર્સ વિશેની માહિતી મેળવીએ.

Bubbles

આ ફીચરને પહેલા Android 10 સાથે રોલ આઉટ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને Android 11 ની સાથે રોલ આઉટ કરવામાં આવી શકે છે. આ Bubbles Featureની મદદથી યૂઝર ઇન્ટરફેસમાં આવનારા મેસેજને ફ્લોટિંગ Bubbles દ્વારા એક્સેસ કરવામાં આવી શકાશે. આ ગુગલનું પોતાનું મેસેજિંગ ફીચર હોઇ શકે છે, જે વોટ્સએપ, ફેસબુક મેસેન્જર અથવા અન્ય કોઇ મેસેન્જિગ એપમાં આવનારા મેસેજને સરળતાથી એક્સેસ કરનાર બની શકે છે.

Conversations

Android 11 માં આવનારા આ ફીચરને નોટિફિકેશનની બાજુમાં જોઇ શકાય છે. મેસેજિંગ એપમાં નોટિફિકેશન અને કન્વર્સેશન્સ બે ટેબ હશે, જેમાંથી આપના જરૂરી નોટિફિકેશનને એક ટેબમાં જ્યારે આપના મેસેજ દ્વારા થઈ રહેલા કન્વર્સેશનને બીજા ટેબમાં જોઇ શકાશે. કન્વર્સેશન ટેબમાં કોઇપણ Social Media અથવા ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપના મેસેજને જોઇ શકાય છે.

એપ પરમિશન

Android 11 યૂઝર્સને iOS ની જેમ વધારે સારી એપ પરમિશન ફીચર મળી શકે છે. ગત વર્ષે રજૂ થયેલા Android 10માં પણ Googleએ એપ પરમિશનને ગત તમામ Android વર્જનની તુલનામાં વધુ સારુ બનાવ્યું છે. આ નવા ઑપરેટિંગ સિસ્ટમમાં એપ પરમિશનને વધુ સારી બનાવી શકાય છે, જેથી યૂઝર્સની અંગત માહિતીઓ કેમેરા, માઇક્રોફોન્સ અને લોકેશન ડાટા દ્વારા એક્સેસ ન કરવામાં આવી શકે.

ઇનબિલ્ટ સ્ક્રીન રિકોર્ડિંગ

Google એ આ ફીચરને Android 10ના બીટામાં રોલ આઉટ કર્યું હતું, જે બાદમાં ફાઇનલ વર્જનમાં જોવા ન મળ્યું. જોકે, હવે આ ફીચરને Android 10માં જોઇ શકાય છે. OnePlusના OxygenOSમાં આ ફીચરને જોઇ શકાય છે.

  • મોદી કેબિનેટ દ્વારા પાકવીમાને લઈને ખેડૂતો માટે મોટો નિર્ણય, જાણીને ધરતીપૂત્રો ખુશખુશાલ
  • ડોનાલ્ડ ટ્રમ્પના સહિત વિશ્વનેતાઓને કેમ PM મોદી ગુજરાત જ લઈ આવે છે? શું છે ગુજરાતમાં ખાસ?
  • ચાર્જ સંભાળતાં જ કેજરીવાલ એક્શન મોડમાં, આપી એવી સેવાને મંજૂરી કે કહેશો વાહ અરવિંદજી!
  • અમેરિકા મોરબી ડેમ તુટવાના સમાચાર ભારતને આપતું હોય તો આ દિવાલનો શું મતલબ?

Follow @vtvgujarati

BubblesAndroidAndroid 11Android 11 Developer PreviewGoogleફીચરtechnology news

READ SOURCE
Open UCNews to Read More Articles